મારી દ્રષ્ટી એ તું
જગતભર માં સ્ત્રી પર ઘણા લેખો લખાયા છે.
લાખો લેખો માં સ્ત્રી નું શક્તિ તરીકે આલેખન થયું છે. જો આપણે સ્ત્રી ને શક્તિ
તરીકે સ્વીકારી લઈએ તો એ શક્તિ ને સાથ આપવા, એનું રક્ષણ કરવા, એને સતત ઝીલતા રહેવા
અને છતાય એના તરફ હંમેશા ઝૂકેલા રહેવા માટે પુરુષ નું સર્જન કરવામાં ઈશ્વરે થોડો
વધારે સમય લીધો હશે એવું મને હંમેશા લાગતું આવ્યું છે .
સ્ત્રી અને પુરુષ ના દરેક સંબંધ માં પુરુષ
ના ખભે થોડી વધારે જવાબદારી ઓ રહી છે અને પુરુષે એનો સહજતા થી સ્વીકાર કર્યો છે. પરંતુ
અહી મારે સ્ત્રી પુરુષ ના સૌથી સુંદર સંબંધ વિશે વાત કરવી છે. અને એ છે પતિ-પત્ની નો
સંબંધ.
લગ્ન જીવન ના આ સમયગાળા દરમ્યાન મને એવું લાગે છે કે એક પુરુષ ને જાણવા એક પત્ની બનવું જરૂરી છે. કારણકે સ્ત્રી-પુરુષ ના ભાઈ-બહેન, પિતા-પુત્રી, મિત્ર કે બીજા કોઈ પણ સંબંધ કરતા પતિ-પત્ની ના સંબંધ માં પુરુષ ને હું સૌથી વધુ નજીક થી સમજી શકી છું એવું મને લાગે છે. છોકરા-છોકરી ના લગ્ન લેવાય, ફેરા ફરાય, સપ્તપદી વંચાય, વિદાય થાય, કન્યા નું પિયર છુટે કદાચ ગામ કે શહેર પણ. અને સાવ નવી જગ્યાએ નવેસર થી નવા જીવન ની શરુઆત થાય. નવી જગ્યા, નવા લોકો અને નવી જીવન શૈલી માં ઢળતા ઘણી જગ્યા એ ભૂલો થાય, ગભરામણ થાય, ખચકાટ થાય પરંતુ એ દરેક સમયે પતિ એની સાથે ઉભો રહે છે. ક્યાંક સલાહકાર બની ને, ક્યાંક રક્ષક બની ને તો ક્યાંક મિત્ર બની ને. દરેક સંબંધ જે સ્ત્રી પાછળ મૂકી ને આવે છે એ દરેક સંબંધ ને પતિ એકલો નિભાવી જાણે છે. દરેક નવી પરિસ્થિતિ સાથે એનું એક નવું સ્વરૂપ નજરે ચડે છે. કૃષ્ણ નું વિશ્વરૂપ તો ઘણી વાર સાંભળ્યું અને વાંચ્યુ હોય પણ સાક્ષાત્કાર તો અહી જ થાય છે. પરિસ્થિતિ પ્રમાણે એની ભૂમિકા બદલાતી રહે છે. પિતા, ભાઈ, મિત્ર, પતિ અને માં આવા દરેક સંબંધ ને એ પોતાના માં સમાવી લે છે. સ્ત્રી જે વિશ્વ ને છોડી ને આવે છે એનો અભાવ ના વર્તાય એટલા માટે એ કોઈ ફરિયાદ વગર પોતે જ વિશ્વરૂપ ધારણ કરતો પતિ કૃષ્ણ થી જરાય ઉતરતો ના લાગે.

દરેક પરિસ્થિતિ માં પડખે ઉભો રહેતા, દરેક ઈચ્છા
ને માન આપી એને પૂરી કરવા શક્યા એટલા પ્રયત્નો કરતા ( આમ તો ભગવાન પણ ક્યાં દરેક
ઈચ્છા પૂરી કરે છે.), દરેક ફરિયાદો સાંભળી લેતા (ના સાંભળે તો પણ આપને સંભળાવી તો
દેતા જ હોઈએ છીએ ને.) દરેક પગલે સાથ આપતા પુરુષ પ્રત્યે તો પરમેશ્વરપણા નો ભાવ
સાહજિક જ છલકે અને કદાચ એટલે જ પતિ ને પરમેશ્વર તરીકે બિરદાવ્યો હશે. આમ તો આ મન
થી ઉદ્ભવતો સાવ સાહજિક ભાવ છે, સન્માન છે એ પતિ માટેનું જેણે પોતાની જાત ને કેટલાય
સ્વરૂપ માં ઢાળી દીધી ફક્ત પત્ની ની ખુશી માટે. એક પત્ની ને ખુશ રાખવા પોતાની
કેટલીયે ઈચ્છાઓ પર પૂર્ણવિરામ મુકનાર પુરુષ ની મહત્તા ઓછી શી રીતે આંકી શકાય? વિકટ સમય માં ખડતલ બાવડે રક્ષણ કરતા કે
પરિસ્થિતિ ને સામી છાતી એ પડકારતા અને છતાય હંમેશા મુખ પર સહજ સરળ હાસ્ય રાખતા પુરુષ
ના પ્રેમ માં તો રોજ જ પડાય. દિવસ ભર નો
થાક , કંટાળો જેની ઝલક માત્ર થી વિલાય જાય
, બે ખભા વચ્ચે છાતી નજીક એના ધબકારા ના અવાજ સાથે એટલી ક્ષણ ઈશ્વરીય સાક્ષાત્કાર કરાવી
જતો પુરુષ
પૂર્ણપુરુષોત્તમ જ લાગે.
પોતાના અનન્ય પુરુષત્વ નું સમર્પણ
કરી દેનાર મારા આ પુરુષ નું સમર્પણ હંમેશા મારી આંખો સામે તરવરે છે. એ મને કોઈ પણ
શર્ત વગર ચાહી શક્યો છે એવું મને હંમેશા લાગ્યું છે. કૃષ્ણ હંમેશા મારા મન ની સૌથી નજીક રહ્યો છે .
કૃષ્ણ ના સાથ ની ઝંખના હંમેશા મને રહી છે. મારા મને પતિ એટલે મારી એ ઝંખના ની પૂર્તિ
કરવા આવેલા મારા એ જ કૃષ્ણ નું માનવસ્વરૂપ.

Comments
Post a Comment