સંબંધ
સબંધ - કેટલો નાનો અમસ્તો શબ્દ, પણ આમ જોવા જઈએ તો બહુ મોટો. એક આખું આયખું પણ ઓછું પડે આ એક શબ્દ ને સમજતા, વિચારતા, નિભાવતા.... શું વ્યાખ્યા કરી શકાય સબંધ ની .... જોડણી છુટ્ટી પાડીએ તો સ અને બંધ . સ એટલે સારું અને બંધ એટલે જોડાણ . એટલે જેમની સાથે સારું જોડાણ હોય એમની સાથે સબંધ છે એમ કહી શકાય . પણ શેનું જોડાણ ? ચાલો લાગણી ઓ નું જ ગણી લઈએ તો જેના પ્રત્યે લાગણી છે એની સાથે સબંધ છે એમ કહી શકાય . પણ ખરેખર એવું છે ? કારણકે આજુ બાજુ જરાક નજર કરીએ તો મગજ ને એટલું તો સમજ માં આવે કે જેની સાથે લાગણી નથી એવા ઘણા બધા એક સાથે રહેતા હોય છે અને પૂછીએ તો જવાબ પણ મળે કે એમની સાથે સબંધ છે. તો શું સમજવાનું ને શું માનવાનું ? વિચારવા જઈએ તો આ આટાપાટા માં મગજ એવું આટી એ ચડે ને કે બધા પાટા આડા અવળા જ લાગે . બધા ના મત ને એકબાજુ એ મૂકી ને ફક્ત મારા જ મત ની વાત કરું તો સબંધ કંઈક આવી રીતે સમજાય છે મને. સાથે રહેતા, ઉઠતા, બેસતા, વાતો કરતા મોકળાશ નો અનુભવ કરી શકાય . થોડું સુખ આપી શકાય અને ...