મારી દ્રષ્ટી એ તું
જગતભર માં સ્ત્રી પર ઘણા લેખો લખાયા છે. લાખો લેખો માં સ્ત્રી નું શક્તિ તરીકે આલેખન થયું છે. જો આપણે સ્ત્રી ને શક્તિ તરીકે સ્વીકારી લઈએ તો એ શક્તિ ને સાથ આપવા, એનું રક્ષણ કરવા, એને સતત ઝીલતા રહેવા અને છતાય એના તરફ હંમેશા ઝૂકેલા રહેવા માટે પુરુષ નું સર્જન કરવામાં ઈશ્વરે થોડો વધારે સમય લીધો હશે એવું મને હંમેશા લાગતું આવ્યું છે . સ્ત્રી અને પુરુષ ના દરેક સંબંધ માં પુરુષ ના ખભે થોડી વધારે જવાબદારી ઓ રહી છે અને પુરુષે એનો સહજતા થી સ્વીકાર કર્યો છે. પરંતુ અહી મારે સ્ત્રી પુરુષ ના સૌથી સુંદર સંબંધ વિશે વાત કરવી છે. અને એ છે પતિ-પત્ની નો સંબંધ. લગ્ન જીવન ના આ સમયગાળા દરમ્યાન મને એવું લાગે છે કે એક પુરુષ ને જાણવા એક પત્ની બનવું જરૂરી છે. કારણકે સ્ત્રી-પુરુષ ના ભાઈ-બહેન, પિતા-પુત્રી, મિત્ર કે બીજા કોઈ પણ સંબંધ કરતા પતિ-પત્ની ના સંબંધ માં પુરુષ ને હું સૌથી વધુ નજીક થી સમજી શકી છું એવું મને લાગે છે. છોકરા-છોકરી ના લગ્ન લેવાય, ફેરા ફરાય, સપ્તપદી વંચાય, વિદાય થાય, કન્યા નું ...